- admin@councilofgujarat.org
- +૯૧ ૭૮૬૭૮૬ ૦૧૧૪
ધી કાઉન્સિલ ઓફ ગુજરાત કે. એસ. આઈ. જમાત ની સ્થાપના સને ૧૯૮૭ ના જૂન માસમાં ખોજા શિયા ઇશ્નના અશરિ જમાતના મહિલા તથા બાળકોના ઉત્કર્ષ માહે સર્વે પ્રકારે પ્રવુતિઓ તથા કાર્યો,ઘડતર માટે વિશિષ્ટ શક્તિઓને અનુલક્ષી તેમનો શારીરીક, માનસિક, શૈક્ષણિક વિકાસ માટે તમામ પ્રવુતિઑ કરવા તથા યોગ્ય સહાય પૂરી પાડવા માટે કરવામાં આવેલ છે.
હેતુઓ :- મહિલા ઉપયોગી શિક્ષણ, ભરતકામ, ગૂંથણ, કાંતણ, હસ્તકલા, હુન્નર, ગૃહઉધોગ આ પ્રકાર ની પ્રવુતિઑ શરૂ કરવા તમામ પ્રકારની તબીબી સગવડો મળી રહે તે માટે પ્રબંધ કરવા અનાથ, ત્યક્તાઓ, વિધવાઓ, વૃદ્ધો, છાત્રાલય વિકાસગૃહ સામાજિક અત્યાચાર કે અન્યાયનો ભોગ બનેલ દરેક ને રક્ષણ આપવું કાયદાની મદદ આપવી તથા સામાજિક રાષ્ટ્રીય ઉત્સવો કે તહેવારો વગેરે યોજવા અને ઉજવવા મજલિશ, પ્રદર્શનો, સંમેલનો, જ્ઞાન, સંસ્કાર.
કાઉન્સિલ ઓફ ગુજરાત છેલ્લા ૩૬ વર્ષ થી શિયા ઇશ્નના અશરિ સમાજની ઉન્નતિ માટે શિક્ષણ, હાઉસિંગ, હાયર એજ્યુકેશન, મેડિકલ, વિધવા સહાય, શક્ષન સહાય, દુષ્કાળ રાહત યોજનો, કુદરતી આપત્તિ સમયે મદદરૂપ બનવા, સામાજિક સુધારણાના કાર્યા, સમૂહ શાદી પ્રોગ્રામ માં ગોઠવીને સમાજ ઉત્કર્ષ ના ઘણા જ કાર્યોને અંજામ આપી રહેલ છે.
ગુજરાતમાં લગભગ ૧૦૦ કરતાં વધારે શહેરો અને ગામડાઓમાં વસતા શિયા ઇશ્નના અશરિ સમાજ માટે આ સંસ્થા તેમના સુખ દૂ:ખમાં મદદરૂપ થવા પ્રયત્નો કરી રહી છે.
ટ્રસ્ટની પ્રવુતિ સમાજના ઉત્કર્ષ અને સુખાકારી માટેના તમામ એવા કાર્યો કરી રહી છે જે થકી સમાજના દરેક વર્ગને તેનો લાભ મળે તેવા પ્રયત્નો કરે છે.
કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આવાસ યોજના હેઠળ ખો. શી. ઇ. અ. હા. પ્રો. માં ૫૦૭ ફ્લેટ્સ તથા સાદાત હાઉસિંગ પ્રોજેક્ટ હેઠળ ૧૭૪ ફ્લેટ્સ ફાળવવામાં આવેલ છે. કુલ ૬૮૧ ઘરવિહોણા કુટુંબોને છત આપી મદદરૂપ બની છે અને ભવિષ્ય માં હજુ ૫૦૦ જેટલા પરિવારને મકાન ફાળવવા માટેના પ્રયત્નો શરૂ છે. “B” પ્રોજેક્ટ હેઠળ પણ હાઉસિંગ લોન આપવા વિચાર વિમર્શ સારું છે. ૮૦ જેટલા પરિવારોને B પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવેલ છે.
તે કથન ને અનુસરીને સમાજમાં જ્ઞાન થકી રોશન ફેલાવવી અને અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાન થકી જ કુટુંબ, કોચ અને દેશ સુખી અને આબાદ બનાવી શકીએ. સમાજની સુખાકારી, પ્રગતિ અને આદર્શ સમાજ માટે એજ્યુકેશન આપના સમાજ માટે અનિવાર્ય હોય જે માટે શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે. એક ચિંતકે કબૂલ્યું કે સાચા અને યોગ્ય શિક્ષણનું બેરોમિતર એ છે કે જેલો ખાલી રહે અને દવાખાના માં લાઈનો ન રહે તે ઉદ્દેશને પરિપૂર્ણ કરવા કટિબધ્ધ છીએ. પ્રાથમિક શિક્ષણની સ્કૂલ ફી કોમના ગરીબ વિધાર્થીઓની ભરી આપવી.
ધો. ૧૧ પછી વગર વ્યાજની હાયર એજ્યુકેશન લોન ફાળવી ઉચ્ચ અભ્યાસ માટે સમાજના બાળકોને ડોક્ટર, C. A., એન્જિનિયર, ડિપ્લોમા, ફાર્મસી જેવા કોર્ષ કરવી તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના આવા પ્રયત્નો કરી રહ્યા છીએ.
ભારત સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ માટે સમાજના દરેક વર્ગને જરૂરત સમયે મેડિકલ સહાય મળી રહે તે માટે કેમ્પ યોજી સી. ઓ. જી. ની ટીમ આયુષ્યમાન કાર્ડ કઢાવી આપવાના કર્યો કરવા (કોરોનાની મહામારી) સમયે કેમ્પસ ખોલવામાં આવેલ. ઉચ્ચ સારવાર માટે ફંડ પૂરું પાડવામાં આવેલ.
ગુજરાત ના ૫૦ કરતાં વધારે ગામડા અને શહેરોમાં વસતા બેવા અશક્ત વૃધ્ધ મહિલાઓને વર્ષે ૧૨૦૦૦ રૂ. જેટલી માતબર રકમ આપી રહ્યા છીએ જે કુલ ૭૦૦ બેવા બહેનોને આપી મદદરૂપ બની રહી છે.
સમાજના ઉત્કર્ષ અને સુખાકારી માટે દેશ વિદેશ ના સખીદાતાઓના સાથ સહકાર થકી આજ સુધીમાં ૪૩ સમૂહશાદી ના પ્રોગ્રામ યોજી સમાજ સુધારણાના આ નેક કાર્ય ને વેગ આપી રહ્યા છીએ. ૪૩ સમૂહશાદી પ્રોગ્રામ દ્વારા ૮૩૦ શાદી થયેલ જેમાં ૧૬૬૦ કુટુંબોએ ભાગ લીધેલ.
ધી કાઉન્સિલ ઓફ ગુજરાત કે. એસ. આઈ. જમાત ની સ્થાપના સને ૧૯૮૭ ના જૂન માસમાં ખોજા શિયા ઇશ્નના અશરિ જમાતના ...